ક્રિપ્ટો કરન્સીના ટ્રેડિંગને સુપ્રીમ કોર્ટે આપી લીલી ઝંડી, RBIએ મૂક્યો હતો પ્રતિબંધ
સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સી ( Cryptocurrency) ના ટ્રેડિંગને લીલી ઝંડી આપી છે. કોર્ટે RBI દ્વારા લગાવાયેલો પ્રતિબંધ હટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) બેંકિંગ લેવડદેવડમાં બિટકોઈન અને બાકી ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાના આરબીઆઈના આદેશને હટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે આ ખુબ કડક પગલું છે. આ મામલે દાખલ થયેલી અરજીઓમાં અરજીકર્તાઓએ કહ્યું હતું કે ભારત સરકારે ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ લગાવ્યો નથી પરંતુ આરબીઆઈએ પોતાના તરફથી આદેશ બહાર પાડ્યો છે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સી ( Cryptocurrency) ના ટ્રેડિંગને લીલી ઝંડી આપી છે. કોર્ટે RBI દ્વારા લગાવાયેલો પ્રતિબંધ હટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) બેંકિંગ લેવડદેવડમાં બિટકોઈન અને બાકી ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાના આરબીઆઈના આદેશને હટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે આ ખુબ કડક પગલું છે. આ મામલે દાખલ થયેલી અરજીઓમાં અરજીકર્તાઓએ કહ્યું હતું કે ભારત સરકારે ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ લગાવ્યો નથી પરંતુ આરબીઆઈએ પોતાના તરફથી આદેશ બહાર પાડ્યો છે.
કોરોના વાઈરસ: મોદી સરકારની મોટી કાર્યવાહી, પેરાસિટામોલ સહિત અનેક દવાઓની નિકાસ પર પ્રતિબંધ
અત્રે જણાવવાનું કે આરબીઆઈએ 2018માં એક સરક્યુલર બહાર પાડીને બેન્કોને ક્રિપ્ટો કરન્સીમાં વેપાર કરવાની ના પાડી હતી. ત્યારબાદ ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ અને કેટલીક સંસ્થાઓએ રિઝર્વ બેન્કના આ સરક્યુલરને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સુનાવણી દરમિયાન કેન્દ્રીય બેન્ક દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા એક સોગંદનામામાં કહેવાયું હતું કે તેણે ફક્ત પોતાના નિયમન હેઠળ આવતી બેન્કો અને અન્ય સંસ્થાઓને તેના જોખમોથી બચવા માટે આ પગલું ભર્યું છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube